gujrati quotes

ન તૂટે રેતીના ઘર, એવા કિનારા મળે તો’ય,
ન તૂટે સપના, એવી ઊંઘ મળે તો’ય.
ન તૂટે રમકડાં, એવા ઘર મળે તો’ય,
ન તૂટે સંબંધ, એવા બંધન મળે તો’ય.

ન તૂટે પ્રીત, એવા પ્રેમી મળે તો’ય,
ન તૂટે વિશ્વાસ, એવા શ્વાસ મળે તો’ય.
ન તૂટે દોસ્તી, એવા દોસ્ત મળે તો’ય,
ન ખૂટે યાદ, એવી પળ મળે તો’ય.

ન ખૂટે સાથ, એવા હાથ મળે તો’ય,
ન ખૂટે ગીત, એવા શબ્દ મળે તો’ય.

ને મોત પહેલાં સમજાય,
કે જિંદગી શું છે? તો’ય,
પછી મળે કફન ઇજજતનું,
એવી જિંદગી જીવાય તો’ય બસ છે!

 

Nice one..!!

Share on Facebook