હક્ક થી વાત થઈ શકતી હતી ત્યાં please આવી ગયું છે,

અને આ શું??? સાચા સબંધો માં પણ sorry હોય છે????

ખબર જ નથી પડતી કે ફરજ માં thanks ક્યાંથી????

માત્ર ને માત્ર બધા ને જેન્ટલમેન જ દેખાવું છે,

અને અગ્રેજી માં જ માસ્ટર થાવું છે…

પણ શું એના માટે માતૃભાષા નો ભોગ લેવો જરૂરી છે???

મારે માત્ર એટલું જ જાણવું છે…..

મોટા ને પણ કહેવાનું YOU, અને નાના માટે પણ YOU???

તો તો શું મોટાઈ છે આ ભાષાની????

અરે આની કરતા તો સારી છે માતૃભાષા ગુજરાતી

સાંભળતા જ હૃદય મોજ માં આવી જાય છે…

જ્યાં માન અને સન્માન નો ભેદ તો દેખાય છે,

જ્યાં હૃદય થી આવકાર મળે છે અને,

છુટા પડતી વખતે આવજો નો આવકાર મળે છે….

મને ગર્વ છે કે હું ગુજરાતી છું…!!!

Share on Facebook
About Pragnesh Karia

Pragnesh Karia, Open Source Enthusiast, Software Professional, Software Developer, Technical Lead ,Magento, Joomla ,Joomla LMS , Moodel LMS ,PHP ,Mysql, Ajax, Javascript, Jquery, Linux, Fan of Open Sources , Annet Technologies , SEO Analyst , Mootools